સ્ત્રી ના ચહેરા, છાતી, પીઠ અને પેટ ના ભાગે અનિચ્છનીય પુરુષ પેટર્ન વાળ ની વૃદ્ધિ ને HIRSUTISM કહે છે. તે androgen નામના હોર્મોન્સ ની અસર ને કારણે થાય છે. જો આ હોર્મોન્સ નું પ્રમાણ વધે કે શરીર તેમના પ્રત્યે વધારે સંવેદનશીલ બને તો તે થઇ શકે છે.
અણગમતા વાળ ના કારણો
(1)અંડપિંડ ના રોગો
- PCOD (અંડપિંડ ની પાણી ની ગાંઠો) તેના કારણો
-ઈન્સુલીન રેઝિસ્ટન્સ (IR)
-અંડપિંડ માં ચેપ અથવા ઇજા ને કારણે ઓછી માત્રા નો સોજો
-વારસાગત
-Androgens નું વધારે પ્રમાણ
- અંડપિંડ ની ગાંઠો (tumor)
(2)એડ્રેનલ ગ્રંથિ ને કારણે
- જન્મજાત કે પાછળ થી એડ્રેનલ ગ્રંથિ ના કોષો નો વધારે વિકાસ અને પરિણામે વધારે androgen
- એડ્રેનલ ગ્રંથિ ની ગાંઠો (tumor)
(3)દવાઓ – corticosteroid, anabolic steroid, testosterone, ACTH and synthetic androgens
(4)થાઈરોઈડ ની બિમારી
(5)cushing syndrome (એડ્રેનલ ગ્રંથિ દ્વારા કોર્ટીકો સ્ટીરોઈડ નું વધારે ઉત્પાદન)
(6)વગર કારણે (Idiopathic)
(7)માનસિક તણાવ
(8)પ્રેગ્નન્સી દરમિયાન
(9)મેનોપોઝ
(10)prolactin હોર્મોન્સ નું વધારે પ્રમાણ (hyperprolactinemia)
(11)અજાણ્યા કારણોસર શરીર નું androgens પ્રત્યે વધારે સંવેદનશીલ થવું.
તપાસ (investigation)
(1)early morning free and total testosterone
(2)DHEAS, ANDROSTENEDIONE
(3)sex hormones binding globulin
(4)prolactin, FSH, LH
(5)TSH, T3, T4
(6)insulin resistance (homa), free and total insulin
(7)HBA1C, FBS, PPBS
(8)LIPID PROFILE
(9)પેટ ની સોનોગ્રાફી, MRI, CT SCAN
સારવાર —HETA SKIN HAIR LASER AND COSMETIC CLINIC
–ડાયોડ લેસર સારવાર (PERMANENT HAIR REDUCTION),-મુખ્ય અને લેટેસ્ટ અસરકારક સારવાર ઓં
-વજન ધટાડવું (જ્યાં જરુરી)
-હેલ્ધી લાઈફ સ્ટાઈલ
-માનસિક તણાવ ધટાડવો (જ્યાં જરુરી)
-દવાઓ (જ્યાં જરુરી)
-EFLORNITHINE CREAM (લાંબી સમય)
ડાયોડ લેસર સારવાર (PERMANENT HAIR REDUCTION)
HETA SKIN HAIR LASER AND COSMETIC CLINIC
Triple wavelength latest technology hair removal diode laser at heta skin hair laser and cosmetic clinic.
ટ્રીપલ વેવેલન્થ ડાયોડ લેસર એ લેસર હેર રિડક્શનના ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી છે. આ મશીન “જાદુઈ લાકડી” જેવું છે જે ધાર્યા કરતા વધુ સારા પરિણામો આપે છે. ટેક્નોલોજીમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ 755nm, 808nm અને 1064nm વેવેલન્થ પ્ર–ડાયોડ લેસર નો સમાવેશ થાય છે.
લેસર વાળ દૂર કરતી વખતે, લેસર પ્રકાશ ફેંકે છે જે વાળમાં રંગદ્રવ્ય (મેલેનિન) દ્વારા શોષાય છે. પ્રકાશ ઉર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે, જે ત્વચાની અંદર ટ્યુબ આકારની વાળ પેદા કરતી કોથળીઓને (Hair follicles) નુકસાન પહોંચાડે છે . આ નુકસાન ભવિષ્યના વાળના વિકાસને અટકાવે છે અથવા વિલંબિત કરે છે.
સત્રોની(sessions) સંખ્યા સારવારમાં સામેલ શરીરના ભાગ પર આધારિત છે.ચહેરાના વાળ દૂર કરવા અને અંડરઆર્મ્સ જેવા વિસ્તારોમાં ડાયોડ લેસરને ઇચ્છિત પરિણામો મેળવવા માટે લગભગ આઠથી દસ સત્રોની જરૂર પડે છે. પગ અને બિકિની એરિયા માટે 6 થી 8 સત્રોની જરૂર પડે છે.
જો તમને પીસીઓડી (PCOD) જેવી કોઈ અંતર્ગત તકલીફ હોય, તો તમારે સામાન્ય કરતાં વધુ સત્રોની જરૂર પડી શકે છે. તે પછી જ્યાં જરૂર જણાય ત્યાં લાંબા અંતર ના (3-4 મહિના ના અંતરે) MAINTENENCE SESSIONS રાખવા પડે.
મોટા ભાગના કિસ્સાઓમાં, દર ચારથી છ અઠવાડિયા ના અંતરે ડાયોડ લેસર ના સત્રો(sessions) આપવા માં આવે છે. પ્રથમ થોડા સત્રો દરમિયાન, દર્દીઓ હજુ પણ વાળનો થોડો વિકાસ જોઈ શકે છે, પરંતુ પરિણામ લગભગ ત્રણ સત્રો પછી જોઈ – શકાય છે.
આ સારવાર ની આજીવન કોઈ જ આડઅસર નથી.
