CHEMICAL PEELING

       કેમિકલ પીલીંગ સારવારમાં, એક નિયત રસાયણ ને ચામડી પર લગાવવામાં આવે છે, જે ઇચ્છિત રીતે ક્ષતિગ્રસ્ત ત્વચાને દૂર કરે છે. નવી ચામડી સામાન્ય રીતે સુંવાળી, ઉજળી, ચમકતી અને જૂની ચામડી કરતાં ઓછી કરચલીવાળી હોય છે. કેમિકલ પીલીંગ ચામડીના દેખાવને સુધારી શકે છે.

       તે ચહેરા, ગરદન, હાથ કે શરીર પર કરી શકાય છે. 

       તેનો ઉપયોગ નીચેના કારણો માટે કરી શકાય છે:

  • આંખો હેઠળ અને મોઢાની આસપાસ ની ફાઈન લાઇનને ઘટાડવી.
  • સૂર્યના અને વૃદ્ધત્વના કારણે થતી કરચલી ઘટાડવી.
  • ઓછી માત્રા ના સ્કાર ઘટાડવા
  • ખીલ તથા ખીલ ના ડાઘ ની સારવાર
  • તલ, ચહેરા પર ના કાળા ડાઘ અને છાયા ઘટાડે છે.
  • ચામડી નો દેખાવ અને ટોન સુધારે છે.
  • સૂર્યના કિરણો ના કારણે બગડેલી ત્વચા માં સુધારો થઇ શકે છે

    તે એક ઓપીડી સારવાર છે  જે માં 5 થી 10 મિનિટ લાગે છે.  હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી.

     તે નિષ્ણાત ના હાથમાં 100% સલામત છે. ટૂંકા કે લાંબા ગાળે ચામડીને કોઈ નુકસાન થતું નથી. તે 15 દિવસના અંતરાલમાં 4 થી 6 વખત કરવામાં આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સારવારથી સંતુષ્ટ હોય તો તેને જરૂરી ઘણી વખત લઈ શકે છે.

      સારવાર પછી ત્વચા 1 અથવા 2 દિવસ હળવી લાલ રહે છે અને પછી સુકી અને સામાન્ય કાળી રહે છે, હવે  તમારી ક્ષતિગ્રસ્ત ત્વચા નું ઉપર નું પડ 3 થી 5 દિવસમાં નીચે સારી ચામડી છોડી ને દુર થાય છે.

     વિવિધ પીલ્સના પ્રકાર અહીં ઉપલબ્ધ છે જેમ કે ગ્લાયકોલિક, સેલીસીલીક, જેસનર, ટીસીએ, કાર્બોલિક, લેક્ટિક,કોજિક ,મેન્દેલીક વગેરે. અમે નક્કી કરશું કે તમારા માટે કઈ જરૂરી છે.