ACNE VULGARIS –ખીલ ડાધા અને ખીલ ના ખાડા ની સારવાર

કારણો:
હોર્મોનલ ફેરફાર,બેક્ટેરીઅલ ચેપ,તૈલી ગ્રંથિઓ ની વધારે સક્રિયતા,કેટલોક ખોરાક,તણાવ,કોસ્મેટીક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સ,સ્ટીરોઈડ યુકત ટ્યુબ અને દવાઓ અને કેટલીક વખત ફેસીઅલ જેવી સારવાર પછી.
AGE DURATION
:સામાન્ય રીતે ખીલ ૧૦ થી ૩૦ વર્ષની વય વચ્ચે થાય છે .કેટલીક વાર તે ૪૦ થી વધુ ઉંમર સુધી પણ ચાલુ રહે છે.
ખીલ ની જગ્યા:
તેઓ ચહેરા, ખભા, પીઠ, છાતી અને ઉપલા હાથ પર થાય છે
ખીલ ના પ્રકાર:
કાળા અને સફેદ કોમીડોન્સ,સાદી તેમજ પાકેલી ફોડકીઓ ,ગાંઠો વાળા અનેરસી ભરેલા
વાસ્તવિકતા:
તમે કોઈ પણ રીતે ખીલ ને કાયમી રીતે મટાડી શકતા નથી .તમે પ્રસંગોચિત દવાઓ, ખીલ નો સાબુ (YOUNG CARE ),ફેસ વોશ , ફેસ પેક અને ડાયેટ કન્ટ્રોલ થી ખીલ ના પરિણામ ને જાળવી શકો છો..જો ખીલ ફરી થાય તો ડોક્ટર સાહેબ ની સલાહ લઈ ફરી થી દવા ચાલુ કરો.યાદ રાખો કે ખીલ ની સારવાર નો હેતુ ચહેરાનો દેખાવ અને સુંદરતા જાળવવા માટે જ છે.
પરિણામ ની ખાત્રી:
આજની તારીખે જો કોઈ પણ દર્દી નિયમપૂર્વક દવા નો કોર્સ કરે, વિશ્વાસ રાખે, સહકાર આપે અને પરેઝ કરે તો ખીલ અને તેના ડાઘા ઓ ને ૧૦૦ % મટાડી શકાય છે.(કાયમી નહિ) ફક્ત ખીલ ના ખાડાઓ માટે મહત્તમ પરિણામ માટે સ્પેસીઅલ સારવાર કરવી પડે છે.(માઈક્રોનીડલીંગ અને પી આર પી )(સારવારનો ભાગ જુઓ)
ખીલ કે અન્ય ડાઘ ની સારવાર :
સામાન્ય રીતે પ્રથમ ખીલ  નિયંત્રિત કરવા માં આવે છે અને ત્યારબાદ ડાઘ ની સારવાર શરૂ થાય છે. મોટાભાગ ની ડાઘ ની ક્રિમ ખીલને વધારે  છે તેથી ધીરજ રાખો અને તમારા ડૉક્ટર પર નિર્ણય છોડો કે કઈ સારવાર પ્રથમ આપવી અને સહકાર આપો. ખીલ અને પિગમેન્ટેશનના એક સાથે સારવાર માટે કેમિકલ પીલીંગ સારવાર શ્રેષ્ઠ અને વધુ સારા પરિણામ આપે છે. તે આડ અસર વગર ઘણી વખત પુનરાવર્તિત કરી શકાય છે. (સારવારનો ભાગ જુઓ)
લગાવવાની દવાઓ ની ટેમ્પરરી આડ અસર :
થોડા સંવેદનશીલ દર્દીઓ  માં ચામડી પર લાલાશ, હળવો  સોજો અને સુકા પણું આવે છે અને બર્નિંગ થાય છે.
ક્યારેક ઓછી માત્રા માં ચામડી નીકળે છે. . ચિંતા કરશો નહીં તે સામાન્ય  છે. સામાન્ય રીતે બેન્ઝોલ પેરોક્સાઇડ, ટ્રેટીનૉઇન અને એડોપાલેન ના કેમિકલ ફોટો સંવેદનશીલ છે તેથી સૂર્યપ્રકાશથી બચવું.. આ દવાઓ શુષ્કતા અને ચામડીને ઉતારે છે તેથી ટ્યુબસ  2 -3 દિવસ માટે લગાવવાનું બંધ કરો.ફરીથી ઓછી માત્રા માં લગાવવાનું પુનઃપ્રારંભ કરો અને આંખ અને મોં નજીક ન લગાવો. તમારી ત્વચાના નિષ્ણાત દ્વારા સૂચવવામાં આવેલા નોન એક્નીજનિક અને નોન ઓઈલી MOISTURISER જેવા કે pellemoist Lotion, cebaclin lotion, Cetaphil dam lotion નો સવારે અથવા જરૂરિયાત મુજબ ઉપયોગ કરો.
ખીલ માં વધારો : 
વધારે માત્રા વાળા દર્દીઓ માં કેટલીક પ્રકાર ની દવાઓ થી શરૂઆતમાં ખીલ વધે છે. ચિંતા કરશો નહિ ધીમે ધીમે દવા અસર કરશે અને ખીલ મટશે.
મુશ્કેલ ખીલ :
સફેદ કોમેડોન્સ સારવાર માટે મુશ્કેલ છે અને વધુ વખત લે છે. પ્રારંભિક સારવાર પછી ઘણી વખત તમને લાગે છે કે ખીલ વધે છે પરંતુ અહીં આ કોમીડોલીતિક ટ્યુબ ની અસરોને લીધે થાય છે, ટૂંકા ગાળા માટે લગાવવાની દવાઓ બદલવાની જરૂર  પડે છે. મારા અંગત અનુભવ મુજબ, સફેદ કોમેડોન્સનું EXTRACTION કરવું જોઈએ. સ્ટીરોઈડ ની ટ્યુબ અને ડાઘ મટાડવાના ઓટીસી ઉત્પાદનો જેવા કે નોમાર્કસ થી થતા ખીલ પણ સારવાર લાંબો સમય માગે છે .સીસ્ટીક અને નોડ્યુલર ખીલના પ્રકાર પણ મુશ્કેલ છે.

પ્રતિકારક (રેઝિસ્ટન્સ) શક્તિ વાળા ખીલ ના જંતુ :

અન્ય દવા  ઓ ની જેમ ખીલ ની દવા ઓમાં સમય સાથે પ્રતિકારક વિકાસ થયો છે. તેથી જો તમને 2 મહિના સુધી પરિણામો ન મળે તો દવાઓ ના રેઝિસ્ટન્સ ની શક્યતા છે. આપણે દવાઓ બદલવી પડશે. સામાન્ય રીતે હેતા ત્વચા ક્લિનિક ખાતે અમે ઓછી માત્રા અને પ્રાથમિક સ્તરથી સારવાર શરૂ કરીએ છીએ અને મોટાભાગના દર્દીઓ માં પરિણામ મળે છે. જો જરૂરી હોય તો અમે 2 મહિના પછી દવા પરમાણુ બદલીએ.છીએ.ખીલ ની સારવાર માં દવા ઓ ના મર્યાદીત વિકલ્પો છે તેથી દરેક મુલાકાત દરમ્યાન  દવા પરમાણુ બદલી શકતા નથી. તેથી વિશ્વાસ કરો અને સહકાર આપો.
સારવારનો સમયગાળો: 
ખીલ ની માત્રા અને અન્ય અનેક પરિબળોને આધારે મોટાભાગના દર્દીઓમાં 2 મહિનાથી 6 મહિના (સરેરાશ) સુધી નો સમય લાગે છે. હેતા સ્કીન ક્લિનિક ખાતે અમને ખીલના ઉપચારનો સમય ગાળો વધારવામાં કોઈ રસ નથી.
ખીલ ની સારવાર: સલાહ:
એન્ટી-બેક્ટેરિયલ એન્ટી-એકની YOUNG CARE સાબુ અથવા ફેસ વોશથી તમારા ચહેરા ને હરવેથી  સાફ કરો.- સ્ક્રબ કે જોર થી ઘસો નહીં ..- ડસ્ટ , રજ  અને મેક અપ રાત્રે સુતા પહેલા દુર કરો. -વારંવાર ચામડી ધોવાનું ટાળો -એક દિવસમાં 2 થી 3 વખત ચહેરો ધોવો.
-બેક્ટેરિયલ ચેપ ફરીથી લાગતો અટકાવવા માટે  ચહેરો લુછવા માટે દરરોજ સ્વચ્છ નેપકીન વાપરો.
-ભરાયેલા છિદ્રો ખોલવા  સ્ટીમ લઈ શકાય.
-માથા માં માપ નું તેલ નાખો અને  વાળ ને ચહેરાથી દૂર રાખો.
-ચેપની શક્યતા ઘટાડવા માટે ત્વચાના જખમની સંભાળ રાખતા પહેલાં અને પછી તમારા હાથ ધોઈ   નાખો અને બિન જરૂરી ચહેરા પર હાથ ન લગાડો..
-ખીલને ફોડશો કે ખોતરશો નહિ ,દબાવી ને કાઢવા પ્રયત્ન કરશો નહિ.. આના થી ખીલ નાં ચેપ વધશે,ડાઘ અને ખાડા પડશે           – સૂર્યપ્રકાશ ટાળો.- સેલ્ફ મેડીકેસન ટાળો
-ચુસ્ત હેડબેન્ડ અને ટોપી પહેરવાનું  ટાળો. ઓઈલી સૌંદર્ય પ્રસાધનો ટાળો .પાણી આધારિત અથવા ‘બિન કોમીડોજનીક’ સૌંદર્ય પ્રસાધનો નો ઉપયોગ કરો.
-ખીલને ઉત્તેજન આપતી કંઈપણ વસ્તુ ઓ અને ખોરાક ઓળખો અને તેને ટાળો. તેમાં ઓઈલી ખોરાક, મસાલેદાર ખોરાક, સૂકો મેવો, ઇંડા અને જંક ફૂડ્સ, લોશન અને મેક-અપનો સમાવેશ થઈ શકે છે.
ખીલ માટે સાબિત થયેલ પરિણામ આપતી સારવાર પદ્ધતિઓ:100% લાંબા સમયસુધી સુરક્ષિત.
-Removal, drainage, or injection of cysts with cortisone..– ફોલ્લો દીઠ 300 રૂ.
– વ્હાઈટ કોમેડોન્સ  extraction :–કદના આધારેદીઠ રૂ. 25  થી રૂ. 100 હોઈ શકે છ
-બ્લેક કોમેડોનલ એક્સ્ટ્રેક્શન –.10 rs per extraction.
-Acne cyst — 250 rs to 1000 rs as per size under local anaesthesia.
-કેમિકલ પીલીંગ: પીલીંગ  દીઠ 1000 – 2000 રૂ. (વધુ વિગત માટે મદદનીશને પૂછો) કાર્યવાહી સમય -5 થી 10 મિનિટ. 15 થી 30 દિવસ (શ્રેષ્ઠ 15 દિવસ) પીલીંગ વચ્ચે અંતરાલ. ૪ થી ૬ સીટીંગ.
-કૉમ્બો સારવાર. (હાઇડ્રો ફેસીઅલ અને પીલીંગ) જો ડોક્ટર સાહેબ સૂચવે તો.
કાર્યવાહી સમયગાળો -30 મિનિટ  ૨૦૦૦ રુ એક સારવાર ના. ૨ અથવા ૩ સીટીંગ.
-ખીલના ખાડાઓ દૂર કરવા માટે માઇક્રો નીડલિંગ,ડરમારોલર પી. આર. પી,સીઓ ટુ ફ્રેકસન, સબસીઝન અને ટીસીએ ક્રોસ(ગોલ્ડ સ્ટાન્ડર્ડ) વધુ માહિતી માટે અમારા ક્લિનિકના સહાયકને પૂછો.
 
 
 
 

Pl click below link for information on acne in you tube video 👇

https://youtu.be/zPxPtw30QSo?si=VOCHCOfIk9RCvxsn

For acne scar pl click on below link 👇

https://www.hetaskinclinic.com/%e0%aa%96%e0%ab%80%e0%aa%b2-%e0%aa%a8%e0%aa%be-%e0%aa%96%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-acne-scar/