MACHINE OUT OF ORDER
ક્રાયોલાઈપોલીસિસ (Cryolipolysis) શું છે?
ક્રાયોલાઈપોલીસિસ એ એક વિશ્વ ની બિન-સર્જીકલ શ્રેષ્ઠ ટેક્નોલોજી સારવાર છે. જે સર્જરી વિના ચરબીને દૂર કરવા માટે ઠંડક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
ક્રાયોલાઈપોલીસિસ (Cryolipolysis) સારવાર કોના માટે?
ક્રાયોલાઈપોલીસિસ એ મેદસ્વી લોકો માટે વજન ઓછુ કરવા માટે નથી, અથવા સર્જરીની પદ્ધતિઓ જેવી કે લાઈપોસકશન નો વિકલ્પ નથી. જે લોકો શરીર ના ચોક્કસ ભાગો ની ચરબી ઘટાડવા માંગે છે તેમના માટે સારો વિકલ્પ છે.
સારવાર દરમિયાન શું થશે? HETA SKIN CLINIC
તમારા શરીર ના જરુરિયાત વાળા ભાગ પર ઉપકરણને રાખીશું. ઉપકરણ નેગેટીવ પ્રેસર કરશે અને ચામડી સાથે ચીપકી જશે.પસંદ કરેલ પેશીઓને શરૂઆત માં ૫ મીનીટ ગરમી આપવામાં આવશે અને પછી ૪૦ મીનીટ સુધી માઈનસ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરવામાં આવશે.તે પૂર્ણ થતા તમારું સીટીંગ પૂર્ણ થશે.અસર પામેલા ફેટ સેલ ને શરીર ઘીમેધીમે દુર કરેછે
આખી પ્રક્રિયામાં કોઈ તકલીફ પડતી નથી.તમે મોબાઇલ જોઈ શકો છો.નિંદ્રા લઈ શકો છો.
એક જગ્યાએ સારવાર પુરી થયા પછી શરી ના અન્ય ભાગ પર તરતજ સારવાર લઈ શકાયછે.
જે તે જગ્યાએ સારવાર છ મહીના પછી રીપીટ લઈ શકાય છે. એક સેસન્સ પછી ધીરે ધીરે છ મહીના સુધી માં લગભગ ૧૦ થી ૨૦ % ફેટ લોસ થાય છે. એક સેસન્સ નો એક જગ્યા પર નો ચાર્જ 3000 રૂપિયા છે.
ફરી થી ચરબી જમા ના થાય તે માટે ડાયેટિંગ અને કસરત જરૂરી છે.
ચરબી અને વજન ઘટાડવા માટે અને ફરી થી ચરબી જમા ન થાય તે માટે આટલું અવશ્ય કરો
(1) તળેલી ચીજોને બદલે શેકેલી વસ્તુઓ ખાઓ. વધુ પડતી ચરબી ખાવાથી વજન વધે છે.
(2) ચરબી વધે નહીં તે માટે તમારે તમારા આહારમાં થી આલ્કોહોલ, મીઠાઇ, કોલ્ડ ડ્રિંક્સ,વધુ પડતી ખાંડ, આઈસ્ક્રીમ ને દૂર કરવા જોઈએ.
(3) ચરબી અને વજન ઓછું કરવા માટે તમારે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, સલાડ અને ફળોનો સમાવેશ કરવો આવશ્યક છે. ફળો અને શાકભાજીમાં ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ ખૂબ પ્રમાણમાં હોય છે, કેલરી ખૂબ ઓછી હોય છે. આહારમાં બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઇએ.
ટૂંકમાં શરીર ની જરુરીયાત કરતાં વઘારે કેલરી ચરબી સ્વરૂપે જમા થાય છે.
(4) દરરોજ ૩ લીટર કરતાં વધારે પાણી પીવું જોઈએ.
(5) દરરોજ ૪૫ મિનિટ કરતાં વધારે કસરત કે યોગાસનો કે ચાલવું જોઈએ.
(6) રાત્રે ૬ થી ૭ કલાક ની ઉંઘ લો.
(7) ધરે ડીજીટલ વજન કાંટો વસાવો. સવારે વાઁશરુમ ગયા પછી નિયમિત વજન કરો.
