કારણો અને મર્યાદાઓ
– સૂર્ય ના કિરણો (તડકો),હોર્મોન્સ ની અસરો,વિટામીનોની ઉણપો, પ્રકૃતિગત અને દવાઓ
- સારવાર છ મહિના કરતાં વધારે લેવી પડે.
- સારવાર નું પરિણામ દરેક દર્દીએ દર્દીએ વધઘટ મળે.
- ઊંડા (DERMAL) ડાઘ મુશ્કેલ હોય છે.
સારવાર ની સમસ્યાઓ અને મર્યાદાઓ
- સામાન્ય રીતે ખુબજ પ્રચલિત ડાઘ મટાડવાની ટ્યુબો જેવી કે MELACARE, COSMELITE, SKINLIGHT ,LOMELA ,NOMARKS વગેરે જેવી હજાર કરતાં વધારે બ્રાન્ડ્સ ( ટ્યુબ્સ ની ફોર્મુલા એકજ – ખોખા અને નામ અલગ)
અને
- BETNOVATE ,TENOVATE ,ELOCON ,PANDERM કે DERMI 5 જેવી ખરજવા કે
એલર્જી ની સારવાર માં વપરાતી ટ્યુબો કિંમત માં ૧૫૦-૨૦૦ રૂપિયા ની અંદર મળે છે જે આ ડાઘ પર લગાવવાથી ડાઘ ઝડપ થી મટે છે .કેટલાક બ્યુટીપાર્લર માં આ દવાઓ ડબ્બી ઓ માં ભરી ને ઉંચી કિંમતે આપવામાં આવે છે.( ઉપર ની બધીજ દવાઓ થી સરેરાશ ૨-૩ મહિનામાં માં સારું લાગે) પણ HETA SKIN CLINIC
આ ટ્યુબ લગાવવાનું બંધ કરવાથી ડાઘ પરત આવે છે અને વધારે લાંબો સમય લગાવવાથી આડ અસર કરે છે.(મોટા ભાગ ના દર્દીઓ અલગ અલગ કંપનીની એક જ પ્રકારનું ઉપર નું કેમીકલ ધરાવતી ટ્યુબ્સ લગાવે છે માટે આડઅસર ની શક્યતા વધી જાય છે.નિયમ પ્રમાણે આ ટ્યુબ્સ ૩ મહિના થી વધારે લગાવવાની ભલામણ જ નથી. ના છુટકે કેટલાક કિસ્સા ઓ માં ઉપર ની ટ્યુબ્સ લગાવવાની થાય તો ૨ મહિના પછી ડોકટર સાહેબ ની સલાહ મુજબ સલામત ટ્યુબ્સ માં શિફ્ટ થવું પડે જે પરિણામ મુજબ લાંબો સમય ચલાવવી પડે.
ઉપર ની ટ્યુબ્સ ની આડઅસરો
- ચામડી પાતળી થવી(ATROPHY) ,લોહી ની પાતળી નસો દેખાતી થવી ,ચામડી લાલ થવી અને સુકાવી, રુંવાટી વધવી , હઠીલા ખીલ થવા ( જે મટાડવા ૬ મહિના જેટલી અલગથી સારવાર લેવી પડે છે), અને ડાઘ ની માત્રા (ઘાટ થવો) માં વધારો થવો.
આ આડઅસરો થી દર્દીઓ ને બચાવવા-
ઘણી બધી કંપનીઓ એ સલામત કહી શકાય (આડઅસર વગર ના) તેવા કેમિકલ ધરાવતી અલગ અલગ ટ્યુબ્સ બજારમાં મૂકી છે જે
- ૨૦૦ રૂપિયા થી શરુ થઈ ને ૫૦૦૦ રૂપિયા સુધી ની મળેછે.
- આ ના પરિણામ ધીમા હોય છે અને દરેક દર્દી એ દર્દી એ અલગ મળે છે.
આ પરિણામો ને વધારે માં વધારે મેળવવા કેટલીક નિયમ પ્રમાણે ની ડોક્ટર સાહેબ ની સલાહ મુજબ ની ગોળીઓ તેમજ કેમિકલ પીલીંગ અને લેસર ની સારવાર લઈ શકાય
વાંચ્યા પછી મુંઝવણમાં પડી ગયા. ચિંતા કરશો નહિ
તમારું આ સારવાર નું માસિક બજેટ નક્કી કરો અને ડોક્ટરસાહેબ ને જણાવો. જે તમારી આર્થિક સ્થિતિ ને આધારે નક્કી કરો
શું કાળજી રાખશો HETA SKIN CLINIC
– ખોરાક માં લીલાં શાકભાજી , દુધ અને ફળો વધારે પ્રમાણ માં લેવા.
– MALA – D જેવી હોર્મોન્સ ની ગોળીઓ બંધ કરી બીજો વિકલ્પ અપનાવવો.
– તડકા થી ૧૦૦ ટકા સાચવવું જરૂરી છે. જે માટે ચેહરા ને જાડા કપડા ના રૂમાલ કે દુપટ્ટા ,માથે ટોપી કે હેલ્મેટ થી બચાવી શકાય.
-જ્યાં જરૂર પડે ત્યાં SUNSCREEN નો ઉપયોગ કરવો. જે તડકામાં જતા ૨૦ મિનીટ પેહલાં જાડી માત્રા માં લગાવવું પડે. દર ૩ -૪ કલાકે ફરીથી લગાવવું પડે.
-સલામત ડાઘ મટાડવાની ટ્યુબ્સ નિયમિત લગાવવી જરૂરી છે જે ડાઘ મટયા પછી ધીમે ધીમે ઓછી કરી શકાય.
પરિણામ વધારે અને પ્રમાણમાં ઝડપ થી મેળવવા ની સહાયક -સારી પધ્ધતિઓ
કેમિકલ પીલીંગ- જેમાં ચામડી ને નુકશાન ન કરતા હોય તેવા કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે.
– દર ૧૦ -૧૫ દિવસે આ સારવાર રીપીટ કરવામાં આવે છે.
– ઓછામાં ઓછા ૪-૬ વખત કરવામાં આવે છે.
લેસર સારવાર– લેસર મશીન થી આ સારવાર કરવામાં આવે છે.
- દર ૧૦ -૧૫ દિવસે આ સારવાર રીપીટ કરવામાં આવે છે.
- ઓછામાં ઓછા ૪-૬ વખત કરવામાં આવે છે.
મારા અનુભવ નો નિચોડ અને સલાહ
- ડાઘ થોડા ઓછા મટે તે ચાલે આડ અસર થાય તેવું ના કરાય.(આપણે ડાઘ ૧૦૦ ટકા મટે તે માટે પૂરો પ્રયત્ન કરવાનો જ )
- આર્થિક સ્થિતિ ને માન આપીને સારવાર નો વિકલ્પ પસંદ કરો.
- જો ડાઘ ની સારવાર એકદમ સરળ હોત તો આ નો એક પણ દર્દી જોવા ના મળે.
- જેણે સુંદર દેખાવામાં રસ છે, જરૂરિયાત મુજબ ખર્ચ કરી શકે છે અને ડૉક્ટર ની સલાહ મુજબ કાળજી રાખે છે તેણે મહત્તમ પરિણામ મળે જ છે.
- ડૉક્ટર સાહેબ તમારા ડાઘ મટાડવા પૂરો પ્રયત્ન કરે જ છે ,તેમને પણ જશ અને નામના મળવાની છે ,રોગ ની સારવાર ની તમારી અને વિજ્ઞાન ની મર્યાદા ને સ્વીકારીને સહકાર આપો.
Pl click on below link for video information 👇
https://youtube.com/playlist?list=PLhAZuBGwh9D4rB6ywRHAUH1zCnI_92j3V&si=5FBKtxlY-qrwYcbK
