308nm એક્સાઇમર લેસર સિસ્ટમ 

એક્સાઈમર લેસર થેરાપી એ ફોટોથેરાપીનો એક પ્રકાર છે જે કેટલાક ચામડી ના રોગો ની સારવાર માટે અલ્ટ્રાવાયોલેટ B (UVB) પ્રકાશનો ઉપયોગ કરે છે.  તે સલામત, અસરકારક અને પીડારહિત માનવામાં આવે છે અને સામાન્ય રીતે 10-15 મિનિટથી ઓછો સમય લે છે.

308-nm એક્સાઈમર લેસર એ નોબલ ગેસ અને હલાઈડનું મિશ્રણ છે જે એકબીજાને ભગાડે (repel)છે.   “એક્સાઈમર” શબ્દ “ઉત્તેજિત ડીમર” નો સંદર્ભ આપે છે.  લેસરની યુવીબી લાઇટ કેરાટિનોસાઇટ્સ અને ટી લિમ્ફોસાઇટ્સમાં એપોપ્ટોસિસને પ્રેરિત કરે છે અને p53 ટ્યુમર સપ્રેસર પાથવેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે કોષ ચક્રની ધરપકડને પ્રેરિત કરે છે અને બળતરા પ્રક્રિયાઓને અટકાવે છે.(The laser’s UVB light induces apoptosis in keratinocytes and T lymphocytes, and helps regulate the p53 tumor suppressor pathway, which induces cell cycle arrest and deters inflammatory processes.)

એક્સાઇમર લેસર થેરાપીનો ઉપયોગ મુખ્યત્વે નીચેના દર્દીઓ માટે થાય છે:

         કોડ/કોઢ (vitiligo), સૉરાયસીસ, ખરજવું (એટોપિક ડર્મેટાઇટીસ) , અને ઉંદરી (alopecia areata)

1.સારવાર પ્રોટોકોલ             HETA SKIN CLINIC

  •  સારવાર  શરૂ કરવા  મિનિમલ એરીધીમા ડોઝ  કે જે erythema test કરી ને નક્કી કરવાનો હોય છે. 
  • દર 2 થી 3 દિવસે 1 session લેવાનું હોય  છે,જેમાં  20 session સુંધી નો કોર્સ હોય છે અને સામાન્ય રીતે 10 session પછી result મળવાનું શરૂ થાય છે.
  • સારા પરિણામ પછી  તરત  જ સારવાર બંધ ન કરો .અમે ડોઝ ધીમે ધીમે ઓછો કરી,અને રોગ ઉથલો ના મારે એના માટે 2 session વચ્ચે સમયગાળો વધારીએ છીએ.
  •  જો 20 session પછી result ના મળે તો આ સારવાર આગળ આપવા થી ફાયદા ની સંભાવના નથી માટે બંધ કરવી જોઈએ.

2. શરીરના વિવિધ ભાગોની ત્વચાની  લેસર કિરણોથી sensitivity માં તફાવત હોય છે.

જેમ કે , ચહેરો > છાતી/પેટ/બરડો> હાથ/પગ

3.  મિનિમલ એરિધીમા ડોઝ ટેસ્ટ

  •   Method….MED ટેસ્ટ  tanning ના થતું હોય એવી ત્વચા જેમ કે પેટ, પીઠ, હાથ ના ઉપર ના ભાગમાં અંદર ની સાઇડ માં કરતા હોય છે
  •  ટેસ્ટ માટે 6 જગ્યા ઉપર સ્પોટ કરીએ છીએ અને 24 કલાક પછી પરિણામ જોવાનું હોય છે.
  • ટેસ્ટ માટે બાળ દર્દીઓ માં  3 થી 4 સ્પોટ કરવા ના હોય છે.

4.વિશેષ નોંધ 

  • ફોટોથેરાપી પછી સામાન્ય રીતે લાલાશ થતી હોય છે. એ લાલાશ થવાના સમયગાળા અનુસાર ડોઝ નક્કી થાય છે.
  • ડોઝ વધારે પડે તો ફોલ્લો પડે છે.એવા કિસ્સા માં થોડો સમય લેસર સારવાર બંધ રાખવા માં આવે છે 

તડકાથી સાચવવું અને રૂજ આવ્યા પછી ડોઝ ઓછો કરી સારવાર ચાલુ કરવા માં આવે છે.

  • ખંજવાળ: મોટાભાગના દર્દીઓને સારવાર પછી ખંજવાળ આવતી હોય છે.તેમાં ચિંતા  કરવાની જરૂર નથી.એના માટે moisturizer લગાવવી અને જરૂર પડે તો ખંજવાળ ની ગોળી લેવી.