સીબોરીક ડર્મેટાઈટીસ – SEBORRHEIC DERMATITIS

સીબોરીક ડર્મેટાઈટીસ  એ એક પ્રકાર નું ખરજવું(endogenous eczema) છે જે કોમન,લાંબી ચાલતી અને ફરી થઈ શકે તેવી બીમારી છે જે મુખ્યત્વે માથાની ચામડી, ચહેરા અને છાતી- બરડા ના અને અન્ય સીબેસીયસ ગ્રંથિથી સમૃદ્ધ ભાગ ને અસર કરે છે. 

પુખ્ત વયના સીબોરીક ડર્મેટાઈટીસ નો રોગ કિશોરાવસ્થાના અંતમાં શરૂ થાય છે.યુવાન વયસ્કો અને વૃદ્ધ લોકોમાં સૌથી વધુ જોવા મળે છે. તે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ સામાન્ય છે.

   ડૅન્ડ્રફ-ખોડો (જેને ‘પિટિરિયાસિસ કેપિટિસ’ પણ કહેવાય છે) એ ખોપરી ઉપરની ચામડી પર સીબોરીક ડર્મેટાઇટિસનું એક  હળવું સ્વરૂપ છે.  ખોડો ખોપરી ઉપરની ચામડીના વાળ ધરાવતા વિસ્તારોની અંદર લાલાશ વગર પાવડર જેવી ફોતરી તરીકે થાય છે.  ડેન્ડ્રફ ખંજવાળ કે ખંજવાળ વગર થઈ શકે છે. 

   નાની ઉંમર ના બાળકો ને થતા સીબોરીક ડર્મેટાઈટીસ ને infantile seborrheic dermatitis કહે છે. જે ૧ વર્ષ ની ઉંમર સુધી માં મટી જાય છે. 

કારણ                           HETA SKIN CLINIC

કારણ સંપૂર્ણપણે સમજી શકાયું નથી.

કેટલાક પરિબળો સંકળાયેલા છે 

દા.ત.  હોર્મોન સ્તરો, ફંગલ ચેપ, પોષણની ઉણપ, ન્યુરોજેનિક પરિબળો.  

માલાસેઝિયા ફંગલ (malassezia) ને કારણભૂત માનવામાં આવે છે.  માલાસેઝિયા દ્વારા ઉત્પાદિત લિપેસેસ અને ફોસ્ફોલિપેસેસ નામના ઉત્સેચકો , સામાન્ય ત્વચાના સીબમ માં હાજર ટ્રાઇગ્લાઇસેરાઇડ્સમાંથી મુક્ત ફેટી એસિડ્સને છુટા કરે છે. જે આ રોગ ને કરે છે. 

સીબોરીક ડર્મેટાઈટીસ  ઘણી વખત અન્યથા સ્વસ્થ દર્દીઓમાં જોવા મળે છે.  જો કે, નીચેના પરિબળો કેટલીકવાર ગંભીર પુખ્ત સીબોરીક ડર્મેટાઈટીસ  સાથે સંકળાયેલા હોય છે:

(૧) તેલયુક્ત ત્વચા (સેબોરિયા) oily skin 

(૨) સીબોરીક ડર્મેટાઈટીસ માટે પારિવારિક વલણ અથવા સૉરાયિસસનો પારિવારિક ઇતિહાસ

(પાછળ જુઓ) 

સીબોરીક ડર્મેટાઈટીસ – SEBORRHEIC DERMATITIS 

HETA SKIN CLINIC         (પાછળ નું પેજ) 

(૩) ઇમ્યુનોસપ્રેસન: અંગ ટ્રાન્સપ્લાન્ટ ના દર્દીઓ , હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઇવી) નો ચેપ અને લિમ્ફોમા ના દર્દીઓ

(૪) ન્યુરોલોજીકલ અને માનસિક રોગો: પાર્કિન્સન રોગ, ડિપ્રેશન, એપિલેપ્સી, ચહેરા ની ચેતા નો લકવો, કરોડરજ્જુની ઇજા અને ડાઉન સિન્ડ્રોમ જેવા જન્મજાત વિકૃતિઓ

(૫) ન્યુરોલેપ્ટિક દવાઓનો ઉપયોગ જેવી કે haloperidol, lithium, chlorpromazine and buspirone 

(૬) psoralen અને અલ્ટ્રાવાયોલેટ A (PUVA) ઉપચાર સાથે સૉરાયિસસની સારવાર

(૭) ઊંઘનો અભાવ અને તણાવપૂર્ણ ઘટનાઓ.

લાક્ષણિક લક્ષણો:

(૧) શિયાળા માં વધે છે, ઉનાળામાં સુધરે છે

(૨) મોટાભાગના સમયે ખંજવાળ 

(૩) T zone ની તૈલી અને બાકી ની શુષ્ક વાળી કોમ્બિનેશન ત્વચા

(૪) ખોપરી ઉપરની ચામડીમાં છુટક કે બધે ફેલાયેલ ચિકાસ વાળી ફોતરી 

(૫) બ્લેફેરાઈટીસ: આઈ બ્રો માં ફોતરી 

(૬) નાક ની સાઈડ થી હોઠ ની સાઈડ સુધી વિસ્તરીત લાલાશ, ચિકાસ અને ફોતરી 

(૭) પાંખડી જેવા અથવા રિંગ-આકારના ફ્લેકી પેચ માથા ના વાળ ના આગળ ના ભાગ પર, છાતી અને બરડા ના ઉપર ના ભાગ પર. 

(૮) લાલાશ, ચિકાસ અને ફોતરી બગલમાં, સ્તનોની નીચે, જંઘામૂળના ફોલ્ડ્સમાં 

(૯)  peri nasal dyssebacia નાક ની બાજુ ના ફોલ્ડ પર લાલાશ, કાળાશ, ચિકાસ,નાના દાણા કે ફોતરી 

(૧૦) સીબોરીક મેલાનોસીસ – ચહેરા ની ખાસ કરીને નાક અને મોં ફરતે ની કાળાશ 

આ લાંબી ચાલતી બિમારી છે. અને દર્દી એ દર્દી એ વધઘટ માત્રા જોવા મળે છે. 

ડોક્ટર સાહેબ ની સલાહ મુજબ નિયમિત દવા અને કાળજી થી ખુબ સરસ રીતે કંન્ટોલ રાખી શકાય છે.