દર્દી માટે પ્રશ્ર્નોતરી
(૧) તમને ખંજવાળ પછી ચામડી પર શીરસ માં થતા લાલ ચકામા થાય છે ?
(૨) તમને આખા શરીર પર ખંજવાળ છે કે શરીર ના અમુક ભાગ પર, તો ક્યા ભાગ પર ?
(૩) ખંજવાળ કેટલા સમય થી છે. જો ઘણા સમયથી હોય તો વચ્ચે વચ્ચે વગર દવા એ ખંજવાળ મટી જાય છે ?
(૪) ખંજવાળ માટે કોઈ ગોળી લો છો. તેનાથી કેવું રહે છે.તેનાથી કેટલો સમય સારું રહે છે. ગોળીનું નામ શું છે ?
(૫) ઘર માં અત્યારે બીજા કેટલા લોકો ને ખંજવાળ આવે છે કે નજીક ના સમય પહેલાં આવતી હતી ?
(૬) ખંજવાળ નવરાશના સમયે અને રાત્રે વધારે આવે છે કે સતત અથવા ગમે તે સમયે ?
(૭) ચામડી પર કોઈ ચાઠા નીકળ્યા છે, કયા ભાગે ?
(૮) તમને કઈ ઋતુ માં વધારે ખંજવાળ આવે છે અને કઈ ઋતુ માં ઓછી ?
(૯) તમારી ચામડી સુકી રહે છે. કોઈ મોઈચ્યુરાઈઝર ક્રિમ લગાવવાથી સારુ લાગે છે ?
(૧૦) હમણાં કોઈ બીજી બીમારી ની દવા લીધી છે કે નહિ. કોઈ જુની ચાલતી દવા બદલાઈ છે કે નહિ ?
(૧૧) તમને કોઈ બીમારી છે અને છે તો કંઈ કંઈ ?
(૧૨) કોઈ ખોરાક લેવાથી ખંજવાળ આવે છે કે વધે છે ? HETA SKIN CLINIC
(૧૩) પહેલાં ક્યારેય આવી ખંજવાળ આવેલી છે,જો આવી છે તો ક્યારે અને કેટલો સમય ચાલેલી ?
(૧૪) ઘર ના સામાજિક, આર્થિક કે કોઈ બીજા કારણોસર માનસિક તણાવ રહે છે,મન સતત બિન જરૂરી વિચારો કરતું રહે છે, રાત્રે ઉંઘ નથી આવતી ?
ચામડી ઉપર ના રોગો વગરની ખંજવાળ ના કારણો (no rash pruritus)
ચામડી પર ની ખંજવાળ એ ખરજવું, ખસ, દાદર.જંતુના કરડવાથી અને શિળસ જેવા ચામડીના અનેક રોગો નું ખૂબ જ સામાન્ય લક્ષણ છે.
પણ કેટલાક દર્દીઓ ને ચામડીના બાહ્ય રોગો વિના ખંજવાળ થાય છે.તેના કારણો આ મુજબ છે.
(૧)કીડની ની બીમારીઓ જેમ કે કિડની ફેઈલ્યોર, ડાયાલીસીસ ના દર્દીઓ
(૨)લીવર ની બીમારી ઓ જેમ કે કમળો
(૩)લોહીની વિકૃતિઓ જેમ કે આયર્નની ઉણપ, પોલિસિથેમિયા રુબ્રા વેરા(Polycythemia vera), લિમ્ફોમા અને માયલોમા
(૪)હોર્મોન્સ ની ખામીઓ ખાસ કરીને હાઈપો અથવા હાઈપર થાઇરોઇડ ની બીમારી, અનિયંત્રિત ડાયાબિટીસ
(૫)એઈડ્સ જેવા ચેપ
પાછળ નું પેજ HETA SKIN HAIR LASER AND COSMETIC CLINIC
(૬)કોઈપણ પ્રકાર ના લોહીના ચેપ (infection)
(૭)કેટલાક ખોરાક ની એલર્જી
(૮)આગળ ના સ્ટેજ નું કેન્સર
(૯) ન્યુરોલોજીકલ ડિસઓર્ડર –
પેરિફેરલ નર્વસ સિસ્ટમ ના રોગો જેમાં બ્રેચિઓરાડિયલ પ્ર્યુરિટસ(brachioradial pruritus) માં હાથ ના ઉપર ના ભાગે અને નોટાલ્જિયા પેરેસ્થેટિકા (notalgia paresthetica) જેમાં બરડા ના ઉપર ના ભાગે ખંજવાળ આવે છે.
(૧૦)મગજ ની બિમારીઓ (CNS)
(૧૧) માનસિક બીમારીઓ
- હતાશા/ચિંતા
- અનિયંત્રિત ચામડી ખોતરવાની ઈચ્છા(compulsive Skin picking)
- ચામડી પર જંતુ હોવા ની ભ્રમણા.(delusion of parasitosis)
(૧૨)દવાઓ – વિવિધ પદ્ધતિઓ દ્વારા ખંજવાળ નું કારણ બની શકે છે જેમાં દવાઓની એલર્જી, દવાઓ ને કારણે ચામડી ની શુષ્કતા, સૂર્ય-સંવેદનશીલતા અને યકૃત(લીવર) ની તકલીફ. આમાં માત્ર પ્રિસ્ક્રિપ્શન દવાઓ જ નહીં પરંતુ ઓવર-ધ-કાઉન્ટર દવાઓ, સપ્લીમેન્ટ(nutritional supplement),હર્બલ ઉપચારો અને પરંપરાગત ચાઇનીઝ દવાઓનો પણ સમાવેશ થાય છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા ડૉક્ટરને જણાવો કે તમે આમાંથી કોઈ પણ લઈ રહ્યા છો.
(૧૩)કોઈપણ કારણસર સૂકી ચામડી હોવી.
(૧૪)ઉનાળા અને ચોમાસામાં ગરમી-પરસેવા ને કારણે
(૧૫)કોઈ અજાણ્યા કારણોસર (unknown) અથવા વગર કારણે (Idiopathic)
તપાસ
જરૂરીયાત પ્રમાણે સમય સમય પર રિપોર્ટ
જેમ કે cbc, s ige, lft, rft, fbs, crp, tsh, t3, t4, urine rm, allergy test
sonography અને બીજા રિપોર્ટ જરૂરીયાત પ્રમાણે
સારવાર – સલાહ HETA SKIN CLINIC
- કારણ પ્રમાણે સારવાર થશે.
- ડાૅકટર સાહેબ ની સલાહ મુજબ પરેજી, કાળજી અને સારવાર લો.
- સેલ્ફ મેડીકેશન(દવાઓ) ન કરો.
- તણાવ દૂર કરો. મેડીટેશન અને યોગ કરો.૭ કલાક ની ઊંઘ લો.
- ધીરજ રાખવી પડે, કોઈ મુશ્કેલ ખંજવાળ ના દર્દીઓમાં અનેક વિઝિટો કરવી પડે.
