તડકા થી થતા ત્વચા રોગો માટે સલાહ અને ઉપાયો

• સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી તડકા થી 100 % બચવું. 

• જ્યારે ઘરમાંથી બહાર જવાય ત્યારે મોઢા અને શરીર ની ખુલ્લી ચામડી ને તડકા થી બચાવવી. ફુલ સાઇઝ કાપડ (માસ્ક), ફૂલ બાંયના કપડા અને ટોપી (કેપ અથવા હેટ) પહેરવી.

• વરસાદ હોય કે વાદળ, સૂર્ય નો પ્રકાશ ભલે ના આવે પણ સૂર્ય ના અલ્ટ્રા વાયોલેટ કિરણો આવે છે. માટે તે વખતે પણ ઉપર મુજબ સાચવવું. 

• નાના કામ જેવા કે કપડાં સૂકવવા કે ખરીદી માટે જવું. બાળક ને મૂકવા શાળા એ જવું. સૂર્ય ના કિરણો ની એલર્જી થઈ શકે છે. માટે સાચવો. 

• SPF 30 થી 50 વાળું સનસ્ક્રીન(VISMIT SS LOTION OR AVIJ MATT SS GEL) દિવસમાં ત્રણ વખત લગાવવું.સવાર થી ચાલુ કરી ને દર ત્રણ કલાકે જાડી માત્રા માં ખુલ્લા ભાગ ની ત્વચા પર લગાવવું.

• ઘરથી બહાર નીકળ્યા ના મતલબ સૂર્ય માં જવા ના 20 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવવું.

• ઘણા લોકો તડકા માં રહ્યા પછી સનસ્ક્રીન લગાવે છે જે ખોટું છે.

• પાણીથી ધોઈ નાખ્યા પછી તુરંત ફરીથી લગાવવું.