કેમિકલ પીલ / લેસર સારવાર પછીની સંભાળ સૂચનાઓ/Post-Chemical Peel / Laser Treatment Instructions

શ્રેષ્ઠ પરિણામો મેળવવા અને તમારી ત્વચાની સુરક્ષા કરવા માટે કૃપા કરીને નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક અનુસરો:

1. સૂર્યપ્રકાશથી બચો:  (ખૂબ જરૂરી) 

રોજ SPF 50 અથવા વધુ પ્રોટેક્શન સાથે બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીનનો ઉપયોગ કરો. દર 2-3 કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવો. રક્ષણાત્મક કપડા પહેરો, જેમાં દુપટ્ટો, રૂમાલ, ટોપીનો સમાવેશ થાય છે, અને 7-10 દિવસ માટે સીધા સૂર્યપ્રકાશથી બચો. પરિણામ જાળવવા પછી થી પણ સાચવો. 

2. નિયમિત મોઈશ્ચરાઈઝ કરો:  (ખૂબ જરૂરી) 

તમારી ચામડી ને શુષ્કતા અને છાલથી(flaking) બચાવવા માટે નરમ(mild)અને સુગંધ-મુક્ત, નોન કોમીડોજનીક મોઈશ્ચરાઈઝર લગાવો. તમે દરરોજ 3-4 વાર લગાવી શકો છો.

3. ચામડી પર ખંજવાળવું કે ચામડી ખેંચવી નહીં:

તમારી ચામડી ને સ્વાભાવિક રીતે છૂટી થવા દો. ખંજવાળવાથી અથવા ખેંચવાથી ચામડીમાં ડાઘ અથવા ચેપ થઈ શકે છે.

4. સાવચેતીપૂર્વક ચામડી સાફ કરો:

નમ્ર અને બિન-પ્રતિક્રિયાશીલ ક્લીન્ઝરનો ઉપયોગ કરો. ચામડીને ઘસવા અથવા ગરમ પાણીથી ધોવા નું ટાળો. સફાઈ માટે સ્વચ્છ ટુવાલથી હળવા હાથે ચામડી ને સુકાવવી.

5. મેકઅપ ટાળો:

24-48 કલાક સુધી અથવા ચામડી નું પીલિંગ અટકાય ત્યાં સુધી મેકઅપ ન કરો.

6. કઠોર સ્કિનકેર ઉત્પાદનો ટાળો:

કૃપા કરીને રેટિનોઈડ્સ, AHAs, BHAs, વિટામિન C સીરમ્સ અથવા કોઈ પણ એક્સફોલિએન્ટ 5-7 દિવસ માટે ન વાપરો. ફક્ત અમારી સલાહ પ્રમાણે ચાલો. 

7. ગરમી અને પરસેવા થી બચો:

48-72 કલાક સુધી સાઉના(saunas), સ્ટીમ રૂમ અથવા ભારે કસરતથી દૂર રહો જેથી પરસેવો ના થાય. 

8. વેક્સિંગ કે દાઢી કરવા નું ટાળો:

ચિકિત્સા કરેલા ભાગ પર 7-10 દિવસ સુધી વેક્સિંગ, થ્રેડિંગ કે શેવિંગ ન કરો.

9. પાણી પીવાનું અને સારો આહાર લો:

તમારી ચામડીને હાઇડ્રેટ રાખવા અને સ્વસ્થતા માટે પૂરતું પાણી પીવું અને પોષણયુક્ત આહાર લેવો.

10. તમારી ચામડી પર ધ્યાન આપો:

હલકી લાલાશ, તાણ અથવા પીલિંગ સામાન્ય છે. જો તમે ચામડી પર ગંભીર બળતળા, સોજો , ફોલ્લા કે અનિયમિત લક્ષણો અનુભવો, તો તાત્કાલિક અમારા સૌદર્ય સારવાર નિષ્ણાત નો સંપર્ક કરો.

પરિણામ ક્યારે જોવા મળશે?

ઉપચાર પછી 2-3 દિવસમાં પીલિંગ શરૂ થાય છે અને 7 દિવસ સુધી રહી શકે છે. ચિકિત્સા પૂર્ણ થયા પછી તમારી ત્વચા વધુ મુલાયમ , સ્વસ્થ અને તેજસ્વી દેખાશે.કેટલાક માં ચામડી ઓછી કે ના પણ નીકળે. 

ફોલોઅપ:

તમને ભલામણ કરેલી તારીખે ફોલોઅપ માટે મુલાકાત નક્કી કરો જેથી સારવાર નું પરિણામ જોવાય અને વધુ ઉપચાર માટે આગળ યોજનાબદ્ધ થઈ શકાય.

તમારા સ્કિનકેર માટે  અમારી પસંદગી કરવા બદલ આભાર!

To achieve the best results and protect your skin, please carefully follow the instructions below:

1. Avoid Sun Exposure (Highly Essential):

Use a broad-spectrum sunscreen with SPF 50 or higher daily.Reapply sunscreen every 2-3 hours.Wear protective clothing, including scarf, hats, or caps, and avoid direct sun exposure for 7-10 days. Maintain this habit even afterward to preserve results.

2. Moisturize Regularly (Highly Essential):

Use a mild, fragrance-free, non-comedogenic moisturizer to prevent dryness and flaking.

Apply it 3-4 times daily as needed.

3. Do Not Scratch or Pull the Skin:

Allow your skin to peel naturally.Scratching or pulling can lead to scars or infections.

4. Cleanse the Skin Gently:

Use a gentle, non-reactive cleanser.Avoid scrubbing or using hot water for washing.

Pat the skin dry gently with a clean towel.

5. Avoid Makeup:

Refrain from using makeup for 24-48 hours or until the peeling stops.

6. Avoid Harsh Skincare Products:

Do not use retinoids, AHAs, BHAs, Vitamin C serums, or exfoliants for 5-7 days.

Follow our advice only.

7. Avoid Heat and Sweating:

Avoid  saunas, steam rooms, or intense workouts for 48-72 hours to prevent  sweating.

8. Refrain from Waxing or Shaving:

Avoid waxing, threading, or shaving the treated areas for 7-10 days.

9. Stay Hydrated and Eat a Healthy Diet:

Drink plenty of water and consume a nutritious diet to keep your skin hydrated and healthy.

10. Be Attentive to Your Skin:

Mild redness, tightness, or peeling is normal.If you experience severe irritation, swelling, blisters, or unusual symptoms, contact our aesthetic care expert immediately.

When Will Results Be Visible?

Peeling typically begins 2-3 days post-treatment and may last up to 7 days.After treatment, your skin will appear softer, healthier, and more radiant.

Some individuals may experience minimal or no peeling.

Follow-Up

Schedule a follow-up visit on the recommended date to evaluate the treatment outcome and plan further treatment if needed.

Thank you for choosing us for your skincare needs!