ખીલમાં નીચેના પ્રકારના સ્કાર – ખાડા જોવા મળે છે:
(૧) આઇસ-પિક સ્કાર્સ – ઊંડા, સાંકડા સ્કાર – ખાડા
(૨) રોલિંગ સ્કાર્સ – ઢાળવાળી ધાર સાથે પહોળા સ્કાર – ખાડા
(૩) બોક્સકાર સ્કાર્સ – સીધી ધાર સાથે પહોળા સ્કાર – ખાડા
(૪) એટ્રોફિક સ્કાર્સ – સપાટ, પાતળા સ્કાર – ખાડા (એનેટોડર્મા)
(૫) હાયપરટ્રોફિક અથવા કીલોઇડ સ્કાર્સ – જાડા ગઠ્ઠાવાળા ઉપસેલા સ્કાર
સારવાર ના વિકલ્પ
(૧) કેમીકલ પીલીંગ-TCA CROSS, JESSNER’S PEELING અને અન્ય.
આ એકલી સારવાર થી લાંબા સમયે મર્યાદિત પરિણામ મળે. વારંવાર સેશન્સ લેવા પડે.
સેસન્સ દર ૧૫ દિવસે રીપીટ કરવામાં આવે છે.
એક સેશન્સ નો ચાર્જ ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા થાય છે. ડાઉન ટાઈમ ૫ થી ૬ દિવસ
(૨) માઈક્રો નીડલીંગ (MNRF) માઇક્રોનીડલિંગ રેડિયોફ્રીક્વન્સી (MNRF) એ ત્વચાના કાયાકલ્પ માટે, મોટા ખુલ્લા છિદ્રો(open pores) , ખીલના સ્કાર-ખાડા અને ત્વચાને કડક(skin tightening) કરવા માટેની અદ્યતન કોસ્મેટિક સારવાર છે. તે કોલેજનના ઉત્પાદનને ઉત્તેજીત કરવા માટે રેડિયો ફ્રીક્વન્સી તરંગોનો ઉપયોગ કરે છે, જે તમારી ત્વચાને કડક બનાવીને છિદ્રનું કદ ઘટાડે છે.
સેસન્સ દર ૬ થી ૮ અઠવાડિયે રિપીટ કરવામાં આવે છે. સરેરાશ ૪ થી ૬ સેસન્સ કરવામાં આવે છે. ડાઉન ટાઈમ ૨ દિવસ
(૩) સબસીઝન (SUBCISION)
સબસીઝનમાં ત્વચાના સ્તરમાં ખાડા ને દબાવી રાખતા પેશીઓના તંતુમય પટ્ટાઓને મુક્ત કરવા માટે નાની સોયનો ઉપયોગ કરવામાં આવે છે. ડાઉન ટાઈમ ૧૦ દીવસ
(૪) પી આર પી (platelet rich plasma)- પેશન્ટ નું બ્લડ લઈ સ્પેશ્યલ પધ્ધતિ થી તેમાંથી પ્લેટલેટ રીચ પ્લાઝમા અલગ કરી ને સ્કાર – ખાડા ના ભાગે આપવામાં આવે છે.
(૫) FRACTIONAL CO 2 LASER HETA SKIN CLINIC
Fractional Co2 લેસર સારવાર ત્વચા ના બંને પડ એપિડર્મિસ અને ડર્મીશ ને લક્ષ્ય બનાવીને કામ કરે છે. તે લેસર બીમ પહોંચાડીને આ કરે છે જે ત્વચામાં હજારો નાના અને ઊંડા સ્તંભોમાં વહેંચાયેલું છે. આને માઇક્રોથર્મલ ટ્રીટમેન્ટ ઝોન (MTZs) કહેવામાં આવે છે.
આસપાસની અપ્રભાવિત ત્વચા ને કારણે ઝડપી રીકવરી આપે છે પરિણામે ઓછો ડાઉનટાઇમ લાગે છે. પછીના અઠવાડિયાઓ દરમિયાન લેસરથી પ્રભાવિત સબ-એપિડર્મલ પેશીઓ નવા કોલેજન ને ઉત્પન્ન કરે છે. પરિણામે સ્કાર – ખાડા ઘટે છે.
સેસન્સ દર ૬ થી ૮ અઠવાડિયે રિપીટ કરવામાં આવે છે. મીનીમમ ૪ થી ૬ સેસન્સ કરવામાં આવે છે. વધારે માત્રા ના ખાડા ના દર્દીઓ માં ૬ કરતાં વધારે સેશન્સ ની જરૂર પડે છે.અને સ્કાર રીડકશન અવશ્ય થાય છે. સારવાર સમય ૧ થી ૨ કલાક.
સામાન્ય રીતે ઉપરોક્ત બધી પધ્ધતિઓ ને કોમ્બિનેશન માં જરૂરીયાત પ્રમાણે કરવામાં આવે
સારવાર સરેરાશ ૬ મહીના કરતાં વધારે ચાલે.
અમે વ્યાજબી દરે શ્રેષ્ઠ પરિણામ આપવા શ્રેષ્ઠતમ પ્રયાસ કરીએ છીએ.
કાળજી – સંપૂર્ણ સારવાર દરમિયાન ચામડી ને સૂર્ય પ્રકાશ થી બચાવવી જરૂરી છે.
Co2 laser અને ઉપર ની પધ્ધતિ ઓ ના નીચે પ્રમાણે ની તકલીફો માં ઉપયોગ
(1)Age spots (2)Crow’s feet (3)Enlarged oil glands (especially around the nose) (4)Fine lines and wrinkles (5)Hyperpigmentation (6)Sagging skin (7)Sun damage
(8)Uneven skin tone
